HE is Like That only (કારણ કે ‘એ’ એવા જ છે !)

 
 
- બાલકૃષ્ણ શિર્કે
 

 

૭ નવેમ્બર ૨૦૦૮નાં દિવસે રાત્રે ૧૨ વાગ્યે એક મારુતીવાનમાં સતારાથી કોલ્હાપુર-સતારા મહામાર્ગ ક્રમાંક ૪ થી અમે પરિવાર સાથે બહાર નીકળ્યાં હતાં.વાનમાં અમે બધા મળીને ૯-૧૦ લોકો હતાં. આશરે ૨૦૦ કિ.મી.નો રસ્તો હતો.

દોઢ -બે કલાકની મુસાફરી સારી રીતે પસાર કરી હતી. ત્યારબાદ પૂનાથી આશરે ૪૦ કિ.મી. પહેલાં ગાડી અચાનક ડાબી બાજુએ ખેંચાવા લાગી હતી. ગાડીનું ડાબી બાજુનું ટાયર પંચર થઈ ગયું હતું. સાધારણ રીતે ગાડી સ્પીડમાં હોય ત્યારે પંચર પડે તો ગાડી પલ્ટી મારવાની સંપૂર્ણ શક્યતા રહે છે. પરંતુ અમારી સાથે સદ્ગુરુ બાપુ રક્ષક સ્વરુપે સાથે રહેવાથી આવુ કશુંય ના બનતા ગાડી ખેંચાઈને ઉભી રહી ગઈ હતી. આ સમયે રાત્રિનાં બે વાગ્યાં હતાં. હાઇવેની બંને બાજુ ઘોર અંધકાર હતું,ઠંડીનાં દિવસો હોવાથી હવા પણ જોરદાર હતી તથા મચ્છરોનું સામ્રાજય ફેલાયેલું હતું, આવી અવસ્થામાં અમે અહીંથી પસાર થતી ગાડીને ઉભી રાખવા માટે પ્રયાસ કરતાં હતાં. અમારી પાસે વ્હીલ પાનુ ના હોવાથી ટાયર ખોલી શકાય તેમ નહોતું.

આવી પરિસ્થિતીમાં કોઇ ગાડી પણ ઉભી રહેતી નહોતી. આ મહામાર્ગ પર લૂંટફાટ થતી હોવાની અમે વાતો સાંભળી હતી. અમારી સાથે મહિલાબાળક હોવાથી મનમાં થોડો ડર પણ લાગતો હતો. અહીં એટલું બધુ અંધારુ હતું કે નજીકમાં કોઇ ગામ છે કે નહીં તે પણ સમજાતુ નહોતું.

વાનમાં બેસેલી મહિલાઓ સતત બાપુનું નામસ્મરણ કરતી હતી. હવે અમને બાપુ સિવાય અન્ય બીજો કોઇ આધાર નહોતો. અમને મનોમન વિશ્ર્વાસ હતો કે બાપુ અમારી મદદ કરવા માટે કોઇકને તો મોકલશે જ. આવી સ્થિતીમાં દોઢેક કલાક જેટલો સમય પસાર થઈ ગયો હતો.

એટલામાં અચાનક એક મારુતિવાન અમારી ગાડીની પાસે આવીને ઉભી રહી ગઈ. આ ગાડીની પાછળ બાપુનો ફોટો હતો અને ગાડીમાં માત્ર બે વ્યક્તિ જ હતાં. અમે તેમને કંઇ કહીએ તે પહેલાં જ તેઓ ગાડીમાંથી વ્હીલપાના લઈને ઉતર્યા હતાં. આથી વિશેષ તેમણે જાતે જ ટાયર બદલાવ્યું હતું. સામાન્ય રીતે ટાયર બદલાવતાં ૧૫-૨૦ મીનિટ થાય છે, પરંતુ તેમણે માત્ર ૫ મિનીટમાં જ ટાયર બદલાવ્યું હતું અને અમે તેમનો આભાર માનીએ તે પહેલાં જ હસીને ગાડીમાં બેસીને નીકળી ગયા હતાં.

આ ઘટનાથી અમે બધા અવાક થઈ ગયા હતાં. આવી અંધારી રાતમાં મહામાર્ગ પર અમારી મદદ કરવા માટે કોઇ ઉભુ રહેતુ નહોતુ અને અમારી આવશ્યકતા અનુસાર આ મારુતીવાન કેવી રીતે અમારી પાસે આવીને ઉભી રહી ગઈ હતી અને અમે અમારી મુશ્કેલી વિષે કંઇ કહીએ તે પહેલાં જ તેમણે માત્ર ૫ મિનીટમાં જ અમારુ કામ કરી આપ્યું હતું. ખરેખર બધુ જ અદ્ભૂત લાગતુ હતું.

ભગવાન ક્યારે ક્યા રુપમાં આવે છે તેનીખબર જ પડતી નથી. અમને એવુ જ લાગતુ હતું કે આ બંને વ્યક્તિ પરમ પૂજ્ય બાપુ અને સુચિતદાદા જ હતાં. આવા છે આ આપણાં સાંવલા વિઠ્ઠલ !

તેમનાં ભક્તો માટે સતત દોડતા રહે છે. બાપુ તેમણે આપેલા વચનની (હું તારો ત્યાગ કદાપિ કરીશ નહિં) પૂર્તિ કરતા જ રહે છે. કારણ કે ‘એ’ એવાં જ છે! ખરેખર આપણે તેમની શું સેવા કરીએ છીએ, ‘એ’ જ આપણી સેવા કરતા રહે છે. આપણી સેવા કરવા માટે એ તત્પર રહે છે. બાપુની માત્ર એક જ ઇચ્છા છે કે તેમનું બાળક ઉચિત માર્ગ પર ચાલે અને જીવનમાં યશસ્વી બને, તેને આનંદ મળે, બસ ! બીજું કશુંય નહિં.