Lyrics of Thaine Bebhan from album Pipasa Gujarati

થઈને બેભાન
થઈને બેભાન, થઈને બેભાન
જુઓ કેવો નાચે મારો ભક્તો સંગે અનિરુધ્ધ !!ધૃ!!
પગ થાક્યા ના એના યુગે અઠ્ઠાવીસ !
રાસ રમતા ના દુખ્યા હાથ એના રાતંદિસ !
કેડ પર હાથ અને ઉભો કુદવાને કાજ !
ભક્તો સંગે નાચતા ગદા થાય મોરપિંછ !!૧!!
ગાયો ચરાવતા, માખણ ચોરતા !
ઠગ્યા એણે કહો કેટલા પામરોને !
બન્ને હાથ પસરાવી જુઓ એને નાચતાં !
એક એક ડગલે ગુંચવે જનોને !!૨!!
દેહભાન ભૂલી નાચે રંગરંગે !
એવો ભક્ત મળતા જ દાવે અંતરંગે !
રંગે રંગાઈને નાચે નામ દંગે !
પિપા ઠગે બાપુને નાચીને અરંગે !!૩!!