Lyrics of Tara Mate Bapu from album Pipasa Gujarati

તારા માટે બાપુ કરું છુ પ્રયાસ
તારા માટે બાપુ કરું છુ પ્રયાસ !
છોડી દીધી લાજ સર્વસ્વની !!૧!!
સુદામાના પૌંઆ તુલસીનું પાન !
આની સામે મારી શી વિસાત !!૨!!
કાદવ છે હાથે ફૂલ કેમ આપુ !
તાળી પાડીશ તારા નામે !!૩!!
અશુધ્ધ આ વાણી નામ કેમ લેવું !
ચાખીશ ધૂળ તારા ચરણોની !!૪!!
વ્યાકુળ થયો તારી પાછળ દોડતા !
બાળીને મને તુ શુધ્ધ કરજે !!૫!!
પિપા કહે પાછુ વળી જોતાં સમજાયું !
બાપુ દોડે મારી પાછળ પાછળ !!૬!!