Lyrics of Shamalo Sundar Sundar Rupalo from album Pipasa Gujarati

શામળો સુંદર સુંદર રુપાળો
શામળો સુંદર સુંદર રુપાળો
ભરી કાઠીનો મર્દ મરાઠા કોરીવ લાવણ્યનો !!ધૃ!!
વજ્ર વિદારક રણ ધુરંધર !
તો પણ કેવો મૃદુ મુલાયમ !!
શાસન કરે તો પણ અભ્યંકર !
સારથી કૈવલ્યનો !!૧!!
હસતાં એ જીવ થરકતો !
દ્રષ્ટી મળતા હદય ભેદતો !
દેહુડા ચરણે બેસાડતો !
પાલક પ્રેમીજનોનો !!૨!!
ઘનદાટ મૂછોમાં હસતા !
ફસવે કરે મમ મનને ઘેલું !
કૃપા કરીને પાપ ભેદીને !
રક્ષક ભક્તજનોનો !!૩!!
વદન મનોરમ રાજીવ લોચન !
જ્ઞાન રેલાવે એના નયન !
ભક્તિ કરતા કરશે રક્ષણ !
ભંજક પ્રારબ્ધનો !!૪!!
પિપા બદલ્યા ચિત્ર બદલાયા !
અજાનું બાહુ વિરાટ દેખાયા !
સામીપ્યના દ્વાર ઉઘડ્યા !
રાજા કારુણ્યનો !!૫!!