Lyrics of Manani Aa Vrutti from album Pipasa Gujarati

મનની આ વૃત્તી
મનની આ વૃત્તી, જાય બાપુ પાસે !
રહે બાપુ ચરણે નિત્ય સદા !!૧!!
લંગડુ પ્રારબ્ધ બહેરું જ જ્ઞાન !
આંધળુ કારણ ન રહે હવે !!૨!!
અનિરુધ્ધરાયા કૃપા હવે કરજો !
પ્રેમનો પ્રવાહ વહેવા દેજો !!૩!!
સદા નામઘોષ આનંદે નિર્ભર !
ડોલવું સંતોષે તારા ચરણે !!૪!!
નિષ્ઠાવંત ભાવે સેવીને ચરણ !
પિપા ભાગ્યવંત વિશ્વમાં રે !!૫!!