Lyrics of Jena Hrydaye Uthi Lahar from album Pipasa Gujarati

જેના હદયે ઉઠી લહર અનિરુધ્ધ નામની
જેના હદયે ઉઠી લહર અનિરુધ્ધ નામની
એના હાથે સઘળી ધરતી, ચરાચર કાયમની !!ધૃ!!
બાળક માટે માતા, બની રહે જેમ છાંયા !
ભક્તો માટે કેવા મારા, બાપુ રહ્યાં સર્વવ્યાપી !!૧!!
પા પા પગલી ભરે બાળ, એને આધાર એક માય !
વાકુંચુકુ નામ જપતા, સંભાળી લે બાપુરાય !!૨!!
આંગળી છોડી દેતાં, માય દોડે પાછળ પાછળ !
ભક્ત વિસરી જતાં જેમ, બાપુ જગાડે વારંવાર !!૩!!
બાળક મોટુ થયું વય વધી, માં તોય માં જ રહી !
પિપાએ જોયા ચૌબળાને, પંપાળતા બાપુ હસ્તે !!૪!!
એક ઝડપે પકડ્યા, ચરણ એ શામળાના !
પિપા લાલચ ના છોડે, રુચી સમચરણોની !!૫!!